News of Friday, 15th October 2021
વડોદરાના છાણી વિસ્તારમાં માતાજીની આરતી દરમ્યાન યુવકની મશ્કરી કરી હુમલો કરનાર વિરુદ્ધ ગુનો દાખલ
ડોદરા: શહેરના છાણી વિસ્તારમાં માતાજીની આરતી દરમિયાન એક યુવકની મશ્કરી કરી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
છાણી જકાતનાકા ના એકતા નગરમાં રહેતા સંજય પરમાર એ પોલીસને કહ્યું છે કે ગઈરાતે અમારા વિસ્તારની વણઝારી વાવ ખાતે માતાજીની આરતી દરમિયાન હું ભૂતનો રોલ કરતો હતો ત્યારે સલમાન, આરીફ અને સિજ્ઝુએ મારા વાળ ખેંચીને મશ્કરી કરી હતી. જેથી મેં તેમને ઠપકો આપ્યો હતો.
આ બનાવ બાદ ફ્લેટ પાસે ત્રણે જણાએ મને અટકાવી માર માર્યો હતો. લોકો આવી જતા ત્રણે જણા ભાગી છૂટયા હતા. ફતેગંજ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(5:41 pm IST)