ગુજરાત
News of Friday, 15th October 2021

રાજપીપળામાં દશેરામાં પર્વમાં ફાફડા જલેબી માટે લાંબી કતારો : ઈમરતી અને પનીર જલેબી માટે ખાસ પડાપડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નવરાત્રીનો અંતિમ દિવસ દશેરામાં ભારત ભરમાં ફાફડા જલેબી ખાવાની પરંપરા છે જેમાં ગયા વર્ષે નવરાત્રીમાં કોરોના ના કારણે વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા હતા આમ તો દર વર્ષે દશેરાના પર્વમાં વહેલી સવાર થી ફાફડા જલેબી માટેની દુકાનો પર મોટી કતાર જોવા મળતી હતી ત્યાં ગયા વર્ષે ફાફડા જલેબીમાં મંદીનું ગ્રહણ લાગ્યું હોય એમ દુકાનોમાં ગણ્યા ગાંઠ્યા ગ્રાહકો સામે સ્ટાફ વધારે જોવા મળતો હતો.જ્યારે આ વર્ષે હાલ લાંબા સમયથી જિલ્લામાં કોરોના ગાયબ જણાતા ખાવાના શોખીનો અને પરંપરા નિભાવવા ફરસાણ મીઠાઈની દુકાનો માં લોકોની પડાપડી જોવા મળી હતી.

જેમાં ગ્રાહકોના જણાવ્યા મુજબ રાજપીપળા ની પ્રખ્યાત પુરોહિત સ્વીટ નામની દુકાન પર ગ્રાહકો ની મોટી કતાર જોવા મળી જેમાં ઇમરતી જલેબી અને પનીર જલેબી આ દૂકનાની પ્રખ્યાત હોવાથી લોકો ખાસ એ ખરીદવા સવારથી લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા

(10:36 pm IST)