વલસાડના ઊંટડી ખાતે દિકરી વધામણા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
વલસાડ: બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહ ઉજવણી અંતર્ગત વલસાડ તાલુકાના ઊંટડી વિભાગ કેળવણી મંડળ ખાતે દિકરી વધામણા કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સમાજ કલ્યાણ( વિકસિત જાતિ) અધિકારીશ્રી, ઊંટડી વિભાગ કેળવણી મંડળ પ્રમુખ હાજર રહી દીકરી વધામણા કીટનું વિતરણ અને વ્હાલી દિકરી યોજનાના હુકમોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે પોલીસ બેઇઝડ સ્પોર્ટ સેન્ટરની યોજનાકીય માહિતી, વ્હાલી દિકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, વિધવા સહાય તેમજ ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇન અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે બેટી બચાવો બેટી પઢાઓ ના પ્રચાર પ્રસાર માટે યોજનાકીય પેમ્ફલેટ અને લોગો સાથેના માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે દીકરીઓના નામની નેમપ્લેટ લગાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ મહિલા શકિત કેન્દ્રના સ્ટાફ, સીડીપીઓ, આંગણવાડી સુપરવાઇઝર અને આંગણવાડી કાર્યકરના સંકલનથી યોજવામાં આવ્યો હતો.