ગુજરાત
News of Saturday, 16th January 2021

ગુજરાત દરેક ક્ષેત્રની જેમ ધર્મસેવામાં પણ અગ્રેસર રહેશે: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ,ગુજરાતનાનિધિ સમર્પણ સમારોહનો શુભારંભ કરતા નાયબ મુખ્યમંત્રી::રામ મંદિર નિર્માણમાં સૌ નાગરિકો સહયોગ આપે: ઇતિહાસમાં આ ગાથા સુવર્ણ અક્ષરે લખાશે,ભાવિ પેઢી ગૌરવ અનુભવશે :ભારતમાં ઔધોગિક ગૃહો નું ધર્મ ક્ષેત્રે પ્રદાન રહ્યું છે.: ગુજરાત માં લવ જેહાદના કાનૂન અંગે વિચારણા.મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના કાનૂનનો અભ્યાસ કરાશે.

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાત દરેક ક્ષેત્રની જેમ ધર્મ ક્ષેત્રમાં પણ અગ્રેસર રહેશે. પાલડી ખાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યાલય ખાતે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ, ગુજરાત દ્વારા આયોજિત નિધિ સમર્પણ સમારોહને સંબોધતા કહ્યું કે, લાખ્ખો હિન્દુઓના આસ્થાના પ્રતિક સમા રામમંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના નેજા હેઠળ નું આ અભિયાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે અને ભાવિ પેઢી તેનું ગૌરવ અનુભવશે.

 નાયબ મુખ્યમંત્રીએ આ અવસરે  નિધિ સમર્પણ નિધિમાં  આર્થિક યોગદાન આપનારા દાતાઓનો આભાર માનતા કહ્યું કે, ભારત માં ઔદ્યોગિક ગૃહ નું ધર્મ ક્ષેત્રમાં યોગદાનની ગૌરવવંતી પરંપરા રહી છે એવી જ પરંપરા રામમંદિરના નિર્માણમા પણ રહેશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.
નાયબ મુખ્યમંત્રીએ આ તબક્કે રામ નિર્માણ આંદોલનની ભૂમિકા પણ આપી હતી અને ભારતીય પરંપરાનું મહત્વ સમજાવી સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અપીલ કરી હતી
ગુજરાત માં પણ લવ જેહાદના કાનૂન અંગે વિચારણા ચાલી રહી હોવાનું જણાવતાં  નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના લવ જેહાદના કાનૂનનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસના આધારે નિર્ણય લેવાશે  એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિમાં નિધિ અર્પણ કરી અને દાતા  ઉદાર હાથે દાન કરવાની અપીલ કરી હતી.આ નિધિ સમર્પણ કાર્યક્રમમાં સંતગણ અને ધર્મપ્રેમી જનો ઉપસ્થિત રહ્યા હતા.

(7:44 pm IST)