ગુજરાત
News of Saturday, 16th January 2021

વડોદરામાં એલ.એન્ડ.ટી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવતી સાથે છેતરપિંડી આચરી 5 હજાર લઇ ફરાર ગઠિયા વિરુદ્ધ

વડોદરા:શહેરના વાડી વિસ્તારમાં રહેતા દિપીકાબેન પિતાની સાથે વિહાર સિનેમા પાસે કોવિડ સામે ઇમ્યુનિટી વધારવા માટેના જ્યુસનું વેચાણ કરે છે જ્યાં અવારનવાર શૈલેષ પંચાલ નામનો વ્યક્તિ જ્યુસ પીવા આવતો હોય તેણે દીપિકા બેનને પોતે એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરેછે અને તેમને પણ કંપનીમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી. 

ત્યારબાદ દિપીકાબેન નો બાયોડેટા મેળવી યુવકે સાઇડ ઉપર જઈ ફોન કરી ઢોંગ કર્યો હતો અને જણાવ્યું હતું કે અમારી કંપનીની કેન્ટીનમાંથી ગેસના બે બોટલ રૂપિયા 3000 તેની સાથે સગડી ફ્રી આપવાની છે તેમજ એલસીડી ટીવી રૂપિયા 5 હજારમાં વેચવાનું છે જો તમને જોઈતું હોય તો મને 5 હજાર રૂપિયા આપી દો હું તમને તમામ વસ્તુ આપી દઈશ. 

જેથી દિપીકાબેનએ 5 હજાર રોકડા આપતા યુવક તેમને બાઈક પર બેસાડી વસ્તુ અપાવવા લઈ ગયો હતો અને ગોળ ગોળ ફેરવી હરણી રોડ પર આવેલા વૃંદાવન ટાઉનશીપ પાસે ઉતારી હું ઘરેથી ફોરવીલરની ચાવી લઈને આવું છું તેમ કહી નાસી છૂટ્યો હતો.

(5:59 pm IST)