ગુજરાત
News of Saturday, 16th January 2021

બાયડ તાલુકામાં પોલીસે બાતમીના આધારે 2.25 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું

બાયડ:અરવલ્લી જિલ્લો રાજસ્થાન બોડરને અડીને આવેલ જિલ્લા હોવાના કારણે અરવલ્લી પોલીસ સતત દારૂની ઘૂસણખોરી અટકાવવા મોટા ભાગે સફળ રહી છે ત્યારે બાયડ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એન.જી. ગોહિલને બાતમી હકીકત મળતા દહેગામ તરફથી એક ટ્રક કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે જેના આધારે બાયડ પીઆઈ એન.જી. ગોહિલ તથા બાયડ પોલીસ સ્ટાફના માણસો બાયડ ચોઇલા રોડ ઉપર વોચ ગોઠવી પેટ્રોલિંગ કરતા બાતમી હકીકત વાળી ટ્રક આવતા ઉભી રખાવતા ટ્રક ચાલક ભાગી જતા ટ્રકના ક્લીરને પકડી પાડી ટ્રકના કન્ટેનરને ચેક કરતા કન્ટેનરમાં બનાવેલ ગુપ્ત ખાનાને ખોલી જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ બોટલોની પેટીઓ હોવાથી ટ્રક અને ક્લીનરને પોલીસ સ્ટેશન લાવી ટ્રકના કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ભરેલ પેટીઓ ઉતારી જોતા તેમાં વિદેશી દારૂ ૭૫૦ મી.લી.ની બોટલો ભરેલ પેટીઓ નંગ-૫૦, બોટલો નંગ-૬૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧, જેની કિંમત રૂ. ૨૦૦૦. તથા ટ્રક કન્ટેનર જેની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂ. ૧૨,૨૭,૦૦૦ મળી આવેલ હતો. જે અન્વે કાયદેસરની કાર્યવાહી બાયડ પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેમજ ભાગી ગયેલ ટ્રક ચાલક પ્રમોદ ઉર્ફે રણવીરવસિંહ સ્વામી રહે. ઢાનીલક્ષ્મણ તા-લોહારૂ જી.વમવાની, હરિયાણા તથા વિદેશી દારૂ જેને આપવાનો હતો તે ઇસમ ઇશ્વરભાઈ મોહનભાઈ મારવાડી (સલાટ) રહે. બાયડ જી. અરવલ્લીવાળા ને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(6:04 pm IST)