ગુજરાત
News of Saturday, 16th January 2021

જન મન અભિયાન અંતર્ગત જન દર્શન હેઠળ પંચ કલ્‍યાણના પાંચ પ્રકલ્‍પનું લોકાપર્ણ કરતા જિલ્લા કલેકટર આર.આર.રાવલ

વલસાડ:  વલસાડ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જનમન અભિયાનની નવી પહેલ કરી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જનતાની વેદનાને વાચા આપી લોકહૃદય સુધી પહોંચવા જનમન અભિયાનનો શ્રેષ્‍ઠ પ્રામાણિક પ્રયાસ થકી જિલ્લાની જનતાને વિકાસયાત્રામાં જોડવા પ્રજાલક્ષી અભિગમ અપનાવાયો છે. જેના ભાગરૂપે  જન મન અભિયાનના ચોથા  તબક્કામાં વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા  જન દર્શન  હેઠળ પંચ કલ્‍યાણના પાંચ  પ્રકલ્‍પનું  લોકાપર્ણ મોરારજી દેસાઇ ઓડીટોરીયમ હોલ ખાતે જિલ્લા કલેકટર  આર.આર.રાવલ હસ્‍તે કરવામાં આવ્‍યો હતો

 . આ અવસરે જિલ્લા કલેકટર આર.આર.રાવલે જણાવ્‍યું હતું કે  જન મન અભિયાન થકી લોકોના જન મન સુધી પહોચવાનો  વહીવટીતંત્ર દ્વારા સંનિષ્‍ઠ પ્રયાસ કર્યો છે. નેક કામે આવતો અરજદાર ધકકો ખાતો ન બને, ફાઇલમાં કોઇકની લાઇફ સમાયેલી હોય છે.  જન મન અભિયાનમાં સત્‍યમ શિવમ સંદરમના સૂત્રને સાકાર કરવા  જન સુખાકારીના પ્રયાસો હાથ ધરાયા છે.  ગામની વાત ગામની વાટ, અટલ સેવા શટલ  યોજના થકી લોકોના મન સુધી પહોંચવાનો સંનિષ્‍ઠ પ્રયાસ કરાયો છે. એક સારૂ પુસ્‍તક  માણસને પસ્‍તી થતો અટકાવે છે. એક સારૂ પુસ્‍તક માણસના મસ્‍તકનો વિકાસ કરે છે તેને ધ્‍યાને રાખી પુસ્‍તકાલયો શરૂ કરવા, દરિદ્ર નારાયણ દર્શનમાં ભૂખ્‍યાને ભોજન એજ મોટુ ભજન છે. સ્‍થાનિક રોજગારી મળી રહે તે માટે રોજગાર દર્શન, ખેડૂતોને  પોતાની મહેનતનું વળતર મળે તે માટે  પ્‍લેટફોર્મ પુરૂ પાડવા તેમજ  જિલ્લાને મળેલી કુદરતી સંપત્તિના સંવર્ધન અને જાળવણી  માટેના પ્રયાસોમાં જિલ્‍લાની સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ એન.જી.ઓ દાતાઓના સહયોગથી આ કાર્ય ચોકકસ સફળ થશે તેવી આશા વ્‍યકત કરી હતી.

 આ અવસરે કલેકટરએ દાતાઓ એન.જી.ઓ, સામાજીક સંસ્‍થાઓને આગળ આવી આ લોક સુખાકારીના અભિયાનમાં ભાગદાર બનવા અપીલ કરી હતી.આ અવસેર વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ કિન્નરીબેન પટેલ, જિલ્લા પોલીસ અધિકારી ર્ડા.રાજદીપસિંહ ઝાલાએ પ્રાસંગિક પ્રવચન કરી આ અભિયાનની સફળતા માટે શુભેચ્‍છા પાઠવી સાથ અને સહકાર આપવનની ખાત્રી આપી હતી.

 આ અવસરે રોજગાર એનાયત પત્રો, કૃષિ વિકાસની સહાય, વ્‍હાલી  દિકરી યોજના,  દરિદ્ર નારાયણ  હેઠળ સહાય, પાલક માતા પિતા વગેરે યોજના હેઠળના સહાય અને પ્રમાણપત્રો  મહાનુભાવોના હસ્‍તે એનાયત કરાયા હતા.જન દર્શનના પંચ કલ્‍યાણના પાંચ પ્રકલ્‍પ એટલે  સરસ્‍વતી દર્શન, દરિદ્ર નારાયણ દર્શન, કૃષિ દર્શન, પ્રકૃતિ દર્શન અને રોજગાર દર્શન હેઠળ આવરી  લેવામાં આવેલ વિવિધ યોજનાઓની જાણકારી નોડલ અધિકારીઓ દ્વારા  પ્રઝેન્‍ટેશન દ્વારા પુરી પાડવામાં આવી હતી.સરસ્‍વતી દર્શન હેઠળ જિલ્લાના ૩૧ ગામોમાં લાયબ્રેરીની સુવિધા નથી ત્‍યાં  પુસ્‍તક પરબ પ્રકલ્‍પનો પ્રારંભ, દરિદ્ર નારાયણ દર્શન હેઠળ અનાથ બાળકો દત્તક લેવડવવા, વૃધ્‍ધો, ભિક્ષુકો, વિધવા, વિધુર, કિન્નરો ને સ્‍વૈચ્‍છિીક સંસ્‍થાઓની મદદથી આર્થિક અને સામાજીક રીતે પુનર્થાન કરવા, કૃષિ દર્શન હેઠળ  ધરમપુર કપરાડાના ખેડૂતોની ખેતદ પેદાશ માટે યોગ્‍ય માર્કેટ મળી રહે તેમજ ફુડ પ્રોસેસીંગ, સ્‍ટોરેજ જેવી સવલત, પ્રકૃતિ દર્શન એટલે જળ, જમીન, જંગલ અને જનાવરના સંરક્ષણ અને સંવર્ધન  તેમજ રોજગાર દર્શન માટે  જિલ્લાની કંપનીઓમાં નોકરી દાતા અને નોકરી વાંચ્‍છુકો  માટે વેબ સાઇટ, સ્‍થાનિક કંપનીઓમાં સ્‍થાનિક યુવાનોને રોજગારી, જયાં રોજગારી નથી ત્‍યાં સ્‍વરોજગારી ઉભી કરાશે.
આ અવસરે નિવાસી અધિક કલેકટર અને.એ.રાજપૂત, ઇ.ચા જિલ્લા વિકાસ અધિકારી વાય.ડી.ઝાલા, પ્રાયોજના વહીવટદાર બી.કે.વસાવા  સહિત જિલ્લાના અધિકારીઓ/ કર્મચારીશ્રીઓ, નગરજનો અને લાભાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા.

(7:49 pm IST)