ગુજરાત
News of Saturday, 16th January 2021

ખેડુતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસીક કિસાન સુર્યોદય યોજનાનો માંડલ ખાતે શુભારંભ

માંડલ સાંસદ ડૉ.મહેન્દ્રભાઇ મુંજપુરા દ્વારા કિસાન સુર્યોદય યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ખેડુતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસીક કિસાન સુર્યોદય યોજનાનો શનિવારે અમદાવાદ જીલ્લાના માંડલ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. માંડલ ખાતે આયોજિત કાર્યક્રમમાં સુરેન્દ્રનગર સાંસદ ડૉ.મહેન્દ્રભાઇ મુંજપુરા દ્વારા કિસાન સુર્યોદય યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કિસાન સુર્યોદય યોજનાથી ખેડૂતોને રાતના ઉજાગરા, વન્યજીવના ત્રાસમાંથી મુક્તિ મળશે. શિયાળાની ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીનો પણ આ યોજનાથી અંત આવશે. આ કાર્યક્રમમાં સાંસદ મહેન્દ્રભાઈ મુજપરા, પરાગભાઇ દેસાઈ, રાજુભાઇ પટેલ,  અસિતભાઈ વોરા, કિતીબેન આચાર્ય, વરૂણભાઈ પટેલ,  દશરથભાઈ પટેલ, પસાભાઈ જાદવ, કૌશિકભાઈ ઠાકોર, મહેશભાઈ ચાવડા, ઈશ્વરભાઈ સોલંકી, મામલતદાર, રાજુભાઇ શાહ, ધીરજભાઈ રાઠોડ, દામોદરભાઈ સહિત યુજીવીસીએલના અધિકારીઓ, ખેડુતો, ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(8:03 pm IST)