ગુજરાત
News of Tuesday, 16th February 2021

વેલેન્ટાઇન ડે પર પતિ દ્વારા પત્નિને કિડનીની ભેટ

અમદાવાદ : પગમાં સોજા અને શ્વાસની તકલીફ સાથે ૪૩ વર્ષીય ગૃહીણી શ્રીમતી રીતાબેન પટેલ અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં ગયા હતા. કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફીઝીશ્યન ડો. સિધ્ધાર્થ માવા પાસે તપાસ કરાવડાવી. તેમની કિડની નિષ્ફળ થઇ રહ્યાનું નિદાન થયુ. પરિવારમાંથી કોઇ કિડની આપે તો ટ્રાન્સપ્લાન્ટની સંભાવના પણ વ્યકત કરાઇ. બસ ત્યારે જ તેમના પતિ વિનોદભાઇ પટેલે પોતાની એક કિડની આપવા તૈયારી બતાવી દીધી. બન્નેની આરોગ્ય તપાસ થઇ અને કિડની મેચ આવી ગઇ. ડો. સિધ્ધાર્થ માવાનીએ સારવાર શરૂ કરાવી. આમ વેલેન્ટાઇન ડે પર એક પતિએ પત્નિને કિડનીની ભેટ આપી પ્રેમના પર્વની અનોખી ઉજવણી કરી હતી. તસ્વીરમાં ખુશ ખુશાલ ચહેરે શ્રીમતી રીતાબેન પટેલ અને વિનોદભાઇ પટેલ સાથે તબીબી સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર- અહેવાલ : કેતન ખત્રી, અમદાવાદ)

(3:18 pm IST)