ગુજરાત
News of Tuesday, 16th February 2021

વાપી જીઆઇડીસીના અગ્રણી ઉદ્યોગપતિ રજજુભાઇ શ્રોફે શ્રીરામ મંદિર નિર્માણ નિધિમાં રૂ. પાંચ કરોડનું દાન કર્યુ

 

વાપી : અત્રેની જીઆઇડીસીના અગ્રણી ઉદ્યોગપતિ રજજુભાઇ શ્રોફે શ્રી રામ મંદિર નિર્માણ નિધિમાં રૂ. પાંચ કરોડનું દાન કર્યુ છે.

અંગેની વિશેષ વિગતો જોઇઅે તો પાયાના ઉદ્યોગપતિ એવા UPL લિમિટેડ નાં ચેરમેન કે પદ્મભૂષણ ના સર્વોચ્ચ એવોર્ડ થી સન્માનિત થયેલા શ્રી રજ્જુ ભાઈ શ્રોફ તેમજ તેઓના પરિવારજનો દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સર સંઘ સંચાલક શ્રી મોહન ભાગવત જી ની યોજાયેલ ભવ્ય રામ મંદિર સમર્પણ નિધિ કાર્યક્રમમાં રૂપિયા પાંચ કરોડનું (૫,૦૦,૦૦,૦૦૦/-) દાન કર્યું હતું , રજ્જુભાઇ શ્રોફ વલસાડ જિલ્લા રામ મંદિર સમર્પણ નીધી ના ચેરમેન પણ છે.

રજ્જુભાઇ શ્રોફે મુંબઇથી વાપી એકમ નાખવાની શરૂઆત કરી હતી. રજ્જુ શ્રોફના અથાગ પ્રયાસોના કારણે એશિયાની નંબર પેસ્ટ્રીસાઇડ્સ બનાવતી યુપીએલ કંપનીની દુનિયામાં અનેક બ્રાન્ચો છે તેઓ થકી અનેક ને રોજગારી મળી રહી છે. વાપીને ઔદ્યોગિક નગરી બનાવવા પાયો નાખનાર તથા લંડનમાં કંપની સ્થાપનારા પ્રથમ ભારતીય એવા રજ્જુ શ્રોફ યુપીએલ કંપનીના માલિક છે તેઓનું વાપી એસ્ટેટમાં શૈક્ષણિક,આરોગ્ય શ્રેત્રે મહત્વનું યોગદાન છે.

વાપીમાં રજ્જુભાઇ શ્રોફનું ઉદ્યોગોની સાથે શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે યોગદાન છે. જીઆઇડીસીની રોફેલ કોલેજ, જ્ઞાનધામ સ્કુલ, રોટરી કલબનો પાયો પણ તેમણે નાખ્યો હતો.

તેઓ અને તેઓના પરિવારજનો એ ભગવાન શ્રી રામ મંદિર નિર્માણ માં રૂ.પાંચ કરોડ નું દાન કરી ધન્યતા અનુભવી હતી.

(11:56 pm IST)