ગુજરાત
News of Sunday, 16th May 2021

રાજપીપળા પોલીસે જાહેરનામા બાબતે મેં મહિનાના 15 દિવસમાં 80 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં હાલ કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે સાથે સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો હોય હાલમાં જાહેરનામું લાગુ હોવા છતાં અમુક લોકો માસ્ક સહિતના નિયમોનું પાલન ન કરતા હોવાથી પોલીસ પણ કડક કાર્યવાહી કરતી જોવા મળી રહી છે.
 આ બાબતે રાજપીપળા પીએસઆઇ આઈ.આર દેસાઈ એ જણાવ્યું હતું કે રાજપીપળા શહેરમાં મેં મહિનાના 15 દિવસમાં અમે  જાહેરનામાનું પાલન ન કરતા લોકો પાસેથી કુલ 80 હજાર રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.

(10:16 pm IST)