ગુજરાત
News of Sunday, 16th May 2021

રાજપીપળા સહિત જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવાની શરૂઆત પરંતુ ખાંડ ન મળતા ગ્રાહકોમાં રોષ

સરકારે 11 મેં થી કાર્ડ ઉપર મફત અનાજ આપવાની જાહેરાત તો કરી પરંતુ ઘઉં,ચોખા અને દાળ જ આપ્યા હોય ખાંડ ન મળતા દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઝગડા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં 11 મેં થી રેશનકાર્ડ પર મફત અનાજ આપવાની સરકારે જાહેરાત કર્યા બાદ આજદિન સુધી ખાંડનો જથ્થો પુરવઠા ગોડાઉન ઉપર જ મળ્યો ન હોવાથી દુકાનદારો હાલમાં ફક્ત ઘઉં,ચોખા અને દાળ જ ગ્રાહકોને આપતા હોવાથી દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઝગડા શરૂ થયેલા જોવા મળી રહ્યા છે.
ગ્રાહકોનું કહેવું છે કે સરકાર મફત અનાજની જાહેરાતો કરે છે પરંતુ ઉપરથી પૂરતો માલ ન આપતા હોવાથી અમારે વારંવાર કામ છોડી દુકાન પર બાકી નો જથ્થો લેવા દોડવું પડે છે જેમાં કામ ધંધો કરતા વ્યક્તિઓ ના ધંધા પર પણ આર્થિક અસર પડતી હોવાથી મફત અનાજનો શુ મતલબ રહેશે.??

(10:08 pm IST)