ગુજરાત
News of Sunday, 16th May 2021

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 2522 બેડ ખાલી

558 સરકારી હોસ્પિટલમાં અને 1964 ખાનગી હોસ્પિટલના બેડ ખાલી : આઈસીયુના 116 અને વેન્ટિલેટરના 6 બેડ ખાલી

અમદાવાદ :શહેરમાં કોરોનાની સારવાર માટેના બેડમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ સારા પ્રમાણમાં બેડ ખાલી છે. તેમજ વેન્ટિલેટરના ખાલી બેડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં 2522 બેડ ખાલી છે. જેમાં 558 સરકારી હોસ્પિટલમાં અને 1964 ખાનગી હોસ્પિટલના બેડ ખાલી છે. આઈસીના 116 અને વેન્ટિલેટરના 6 બેડ ખાલી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં 59, એલ.જી હોસ્પિટલમાં 57 બેડ, શારદાબેન હોસ્પિટલમાં 32 બેડ, વી એસ હોસ્પિટલમાં 24 બેડ ખાલી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ 175 ખાનગી હસ્પિટલમાં 1265 બેડ ખાલી છે. 242 નર્સિંગ હોમમાં 699 બેડ ખાલી છે. આ ઉપરાંત 6 સિવિલ હોસ્પિટલમાં 365 બેડ ખાલી છે. Esic હોસ્પિટલમાં 21 બેડ ખાલી છે. શહેરમાં આઇસીયુ અને ઓક્સિજનના ટોટલ 9368 બેડ છે જેમાંથી 6846 બેડ ભરાયેલા છે. જ્યારે 2522 બેડ ખાલી છે.

(10:22 am IST)