ગુજરાત
News of Sunday, 16th May 2021

તોકતે વાવાઝોડા ની અસરને પગલે સાઉથ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ : પાકને નુકશાન :સંઘ પ્રદેશ નાં દમણ માં પણ વરસાદ ચાલુ.: સુરતમાં પણ વરસાદ શરૂ

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :  તોક્તે વાવાઝોડા ની અસર ને પગલે સાઉથ ગુજરાત ના મોટા ભાગના વિસ્તારો માં એટલે કે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, વાપી સહિત નાં વિસ્તારો માં ધૂળ ની ડમરી ઓ ઉડી અને ત્યાર બાદ વાદળો નાં ગડગડાટ તથા ભારે પવન વચ્ચે વરસાદ તુટી પડયો છે.
       ભારે પવન ને પગલે ક્યાંક છાપરા, પતરા ઉડવા સાથે બિહામણું દ્રશઃય સર્જાયું છે, વાદળો નાં ગડગડાટ વચ્ચે મેઘરાજા તુટી પડ્યા હતા, જેને પગલે વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઇ છે.
      પરંતુ આ વરસાદને પગલે ખેતી નાં પાકો ને નુકસાન થવા ની ભીતિ સેવાઈ રહી છે.

(6:19 pm IST)