ગુજરાત
News of Wednesday, 16th June 2021

ગુજરાતભરનાં સાત જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહીં

છેલ્લા ૨૪ કલાકમાં પાંચ દર્દીના મોત : રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૯૮ કેસ : ૨૧૮૦૬૨ વ્યક્તિનું રસીકરણ થયું : કોરોનાની બીજી લહેરના વળતા પાણી

અમદાવાદ, તા. ૧૬ : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૯૮ કેસ નોંધાયા છે. જેની સામે ૯૩૫ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૫ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૧૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૭૮ ટકા છે. અત્યાર સુધીમાં ૨,૧૦,૩૯,૭૧૬ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. આજે કુલ ૨,૧૮,૦૬૨ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૪૮, સુરતમાં ૭૩, વડોદરામાં ૩૧, રાજકોટમાં ૨૩, જૂનાગઢમાં ૧૬, ગીર સોમનાથમાં ૧૪, અમરેલી, આણંદમાં ૧૦-૧૦, જામનગરમાં ૯, પોરબંદરમાં ૮, કચ્છ, વલસાડમાં ૭-૭, ગાંધીનગર, ભરૂચમાં ૬-૬, દેવભૂમિ દ્વારકા, ખેડા, નવસારી, પંચમહાલ, ભાવનગર, સાબરકાંઠામાં ૪-૪, અરવલ્લી, દાહોદ, મહેસાણા, સુરેન્દ્રનગર, પાટણ અને નર્મદામાં ૧-૧ સહિત કુલ ૨૯૮ કેસ નોંધાયા છે. રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૫ દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં ૨, સુરત, અમરેલી અને અરવલ્લીમાં ૧-૧ દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં ૧૨૬, સુરતમાં ૧૪૦, વડોદરામાં ૯૮, રાજકોટમાં ૫૭, ગીર સોમનાથમાં ૬૯, અમરેલીમાં ૫૪, મહેસાણામાં ૪૯, બોટાદમાં ૪૮, જૂનાગઢમાં ૪૦, ભાવનગરમાં ૩૨, બનાસકાંઠામાં ૨૩ સહિત કુલ ૯૩૫ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ ૮૨૪૨ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૨૦૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૮૦૩૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૦૩૧૨૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(9:42 pm IST)