ગુજરાત
News of Wednesday, 16th June 2021

ડેડીયાપાડા તાલુકાના ઝાંક ગામ થી રૂ.૨૮૦૦ ના જુગાર સાથે ૪ જુગરિયાઓને ઝડપી પાડતી પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમીના આધારે પોલીસ માણસો સાથે ઝાંક ગામે તુમડા ફળીયાના કોતરમાં આંબાના ઝાડ નીચે પત્તા-પાનાનો હાર-જીતનો જુગાર રમતા ચાર શખ્શોમાં કિશનભાઇ ગંભીરભાઇ વસાવા ( રહે. ઝાંક ), ઇશ્વરભાઇ ઉર્ફે મોન્ટુ ગંભીરભાઇ વસાવા, ચેતનભાઇ સુરજીભાઇ વસાવા (  રહે. તાબદા મોવડી ફળીયું,) તથા જીતેન્દ્રભાઇ ઇશ્વરભાઇ વસાવા (રહે. તુમડા ફળીયું) રેઇડ દરમ્યાન  પકડાઇ જતા તેમની પાસેથી રોકડા કુલ રૂ.૧૨,૨૨૦ તથા દાવ ઉપરથી મળી આવેલ રોક્ડ રકમ રૂ.૮૦૦ મળી કુલ રોક્ડ રૂ.૧૩,૦૨૦  તેમજ મોટર સાઈકલ નં.GJ-22-N-0323 ની કિં.રૂ.૧૫,૦૦૦ મળી કુલ કિં.રૂ.૨૮,૦૨૦ ના જુગારના મુદામાલ સાથે મળી ચારેય વિરુધ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

(10:21 pm IST)