ગુજરાત
News of Wednesday, 16th June 2021

ડેડીયાપાડાના નવાગામમાં માતાએ જમવાનું બનાવવા બાબતે ઠપકો આપતા પુત્રીએ ઝેરી દવા પી લેતા મોત

(ભરત શાહ દ્વારા) ડેડીયાપાડા તાલુકાના નવાગામ (પાનુડા) ખાતે માતાએ ઠપકો આપતા પુત્રી એ ઝેરી દવા પી જતા મોત થયું છે
  પ્રાપ્ત માહિતી મુજબ નવાગામ ખાતે રહેતી ભદ્રીકાબેન વિનોદભાઇ વસાવા (ઉ.વ. ૨૦) પોતાના ઘરે હતા તે વખતે તેમની માતા સરસ્વતી બહેને કહેલ કે, તારા પપ્પા સવારના ટ્રેકટર ઉપર ગયેલ, અને આખો દિવસ જમ્યા પણ નથી અને તુ હજુ સુધી ઊંઘ્યા કરે છે.? ખાવાનું પણ બનાવતી નથી તેમ કહી ઠપકો આપતા ભદ્રીકા બહેન ને મન દુ:ખ થતાં ઘરમાં મુકેલ ઝેરી દવા પી જતા તાત્કાલિક રાજપીપળા સિવિલ માં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજતા ડેડીયાપાડા પોલીસે આ બાબતે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:22 pm IST)