News of Thursday, 16th June 2022
આણંદમાં ભાજપના ધારાસભ્ય મયુર રાવલે વાલ્મિકી સમાજ પર વિવાદિત નિવેદન આપતા સભામાં વિરોધ
ચાલુ કાર્યક્રમમાં કાર્યકર્તાએ નિવેદનની નિંદા કરતાં મયુર રાવલના ભાષણ દરમિયાન જ માઈક છીનવી લીધું: વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વાલ્મીકિ સમાજમાં ભારે રોષ
આણંદમાં ભાજપના ધારાસભ્યના કાર્યક્રમમાંથી વિવાદના સૂર ઉઠયા છે.ખંભાતના ધારાસભ્ય મયુર રાવલના કાર્યક્રમ સામાજિક લાગણી દુભાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભાજપના ધારાસભ્ય મયુર રાવલે વાલ્મિકી સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જે બાદ ભાજપના વાલ્મીકિ સમાજના કાર્યકર્તાઓ દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો હતો. ચાલુ કાર્યક્રમમાં કાર્યકર્તાએ નિવેદનની નિંદા કરતાં મયુર રાવલના ભાષણ દરમિયાન જ માઈક છીનવી લીધું હતું.સમગ્ર ઘટનાનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વાલ્મીકિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(12:21 am IST)