News of Thursday, 16th June 2022
વડોદરાના છાણી વિસ્તારમાં ગોડાઉન સહીત ઓફિસના તાળા તૂટતાં પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
વડોદરાઃ છાણી વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં ગોડાઉન અને ઓફિસના તાળાં તૂટતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સોખડા રોડ પર ગાયત્રી બંગ્લોઝમાં રહેતા અને છાણી અમીનનગર ખાતે ગુરૃકૃપા શોપિંગ સેન્ટરમાં પાનના મસાલા,જર્દા સહિતની ચીજોનું ગોડાઉન ધરાવતા બળદેવભાઇ રાણાએ પોલીસને કહ્યું હતું કે,ગઇ તા.૨૫મી રાતે ગોડાઉનના તાળા ડુપ્લિકેટ ચાવી વડે ખોલીને ચોરો પાનના મસાલાના રૃ.૫.૮૪ લાખની કિંમતની ૩૬ નંગ બોરીઓ ઉઠાવી ગયા હતા. તપાસ દરમિયાન ગોડાઉનની પાસે આવેલી શ્રી ગુરૃકૃપા કો ઓ સોસાયટીની ઓફિસમાંથી પણ તાળાં તોડીને તિજોરીમાં સામાન વેરવિખેર કરવામાં આવ્યો હોવાનું જણાઇ આવ્યું હતું.
(5:06 pm IST)