News of Thursday, 16th June 2022
મધર ડેરીએ તમામ કેટેગરીના તેલમાં લીટરે 15 રુપિયા સુધીનો ઘટાડો કર્યો
સરસવ, સોયાબીન અને સૂર્યમુખીના તેલના ભાવ ઘટાડ્યાં
અમદાવાદ : ' ધરા' બ્રાન્ડના નામે ખાદ્યતેલનું વેચાણ કરતી સહકારી કંપની મધર ડેરીએ સરસવ, સોયાબીન અને સૂર્યમુખીના તેલના ભાવમાં ઘટાડો કર્યો છે. આ સાથે અન્ય બ્રાન્ડેડ ઓઇલ કંપનીઓ પણ પોતપોતાની બ્રાન્ડના ભાવમાં ઘટાડો કરવા જઇ રહી છે.
મધર ડેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ધરા બ્રાન્ડ હેઠળની તમામ કેટેગરીના તેલના ભાવમાં રૂ.15 સુધીનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ ભાવ ઘટાડો એમઆરપી પર થશે. સ્થાનિક સ્તરે સૂર્યમુખીના તેલની પૂરતી ઉપલબ્ધતાને કારણે કંપની સરસવ, સોયાબીન અને સૂર્યમુખીના તેલના ભાવમાં ઘટાડો કરવા જઈ રહી છે. મધર ડેરીએ સ્પષ્ટ કર્યું હતું કે ઓછા ભાવ સાથે સરસવના તેલના પેકેટ ટૂંક સમયમાં બજારમાં પહોંચશે.
(11:56 pm IST)