ગુજરાત
News of Tuesday, 16th August 2022

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સગીર વયની વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરનાર નરાધમ યુવકને લોકોએ મેથીપાક ચખાડ્યો

વડોદરા:  ટીનેજર્સમાં સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં બનેલા આવા જ એક કિસ્સામાં સગીર વિદ્યાર્થીનીએ તેને બ્લેકમેલ કરતા હવસખોર યુવકને એવો પાઠ ભણાવ્યો હતો કે વિદ્યાર્થીનીને ખુલ્લી પાડવાની વારંવાર ધમકી આપનાર યુવક ખુદ તેના જ પરિવાર સામે ખુલ્લો પડી ગયો હતો અને શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો.

સોશિયલ મીડિયા ઉપર વિદ્યાર્થીઓ વધુ સક્રિય હોય છે અને એકબીજાના સંપર્કમાં આવતા હોય છે તેમજ ફ્રેન્ડશીપ ના નામે ક્યારેક સંબંધો પણ ગાઢ બનતા હોય છે. ધોરણ 11 માં અભ્યાસ કરતી વડોદરાની વિદ્યાર્થીનીને આવી જ રીતે એક યુવક સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક થયા બાદ બંને વચ્ચે ફ્રેન્ડશીપ થઈ હતી અને અવારનવાર મેસેજથી વાતચીત પણ થતી હતી. સગીર વયની વિદ્યાર્થીની અને યુવક વચ્ચે મુલાકાતો થવા માંડી હતી અને વિદ્યાર્થીનીનો વિશ્વાસ કેળવ્યા બાદ યુવકે તેની સાથે ફોટો તેમજ વિડીયો પણ ઉતારી લીધા હતા. વિદ્યાર્થીનીએ આ બધું નિર્દોષતાપૂર્વક કર્યું હતું અને યુવકનો ઇરાદો પારખવામાં તેણે થાપ ખાધી હતી. ફોટો અને વિડીયો મેળવી લીધા બાદ યુવકના મનમાં જે ઇરાદો હતો તે બહાર આવી ગયો હતો અને તેણે વિદ્યાર્થિની પાસે શારીરિક સંબંધની વાત કરી હતી. પરંતુ વિદ્યાર્થીનીએ તેની વાતનો ઇન્કાર કર્યો હતો અને આપણા સંબંધ માત્ર મિત્રતા પૂરતા છે તેમ કહેતા યુવકે તેને બ્લેકમેલ કરવા માંડી હતી. એક તબક્કે યુવકે સાંજે 5 વાગ્યાનો અલ્ટીમેટમ આપ્યું હતું અને ત્યાં સુધી નહીં મળે તો ફોટો વાયરલ કરવાની ચીમકી આપી હતી.

(4:16 pm IST)