ગુજરાત
News of Tuesday, 16th August 2022

ડીસાના મુડેઠા ગામમાં સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સુફલામ કેનાલમાં 50 ફૂટનું ગાબડું :ખેડૂતો રોષે ભરાયા

મુડેઠા ગામથી ખોડલા જવાનો પગદાંડી પુલ ધોવાતા વાહનવ્યહારને ભારે અસર પડી

બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે…ભ્રષ્ટાચારની સુજલામ સુફલામ કેનાલમાં 50 ફૂટનું ગાબડું પડતા ખેડૂતો રોષે ભરાયા..કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન જવાની શકયતા છે..બીજી તરફ મુડેઠા ગામથી ખોડલા જવાનો પગદાંડી પુલ ધોવાતા વાહનવ્યહારને ભારે અસર પડી હતી…જોકે મુડેઠા ગામના ખેડૂતોએ તાત્કાલિક ધોરણે કેનાલના રિપેરીંગની માગ કરી હતી.

(8:19 pm IST)