રાજપીપળા ટાઉનહોલમાં આવેલા જાદુગરનાં 2 મોબાઈલ ફોનની ચોરી : અગાઉ જાદુગરની બાઈક ચોરાઈ હતી
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાનાં ટાઉનહોલ માં અવાર નવાર ગીત સંગીત જાદુગર જેવા કાર્યક્રમો લઇને કલાકારો આવતા હોય છે જેને ગ્રામજનો ટિકિટ લઈ શો જોઈ મનોરંજન માણતા હોય છે ત્યારે હાલમાં ઘણા દિવસોથી સરદાર ટાઉનહોલમાં એક જાદુગર પણ શો ચલાવી રહ્યા હોય ગતરોજ ત્યાંથી બે મોબાઈલ ની ચોરી થઈ હોવાની જાણ પોલીસ ને કરાઈ હતી
જાણ કરનાર અજમાલભાઈ કટુભાઈ ચુડાસમાએ પોલીસમાં જણાવ્યા મુજબ સરદાર ટાઉનહોલ તેમનો જાદુગર નો શો પૂર્ણ કરી બધો સ્ટાફ રાત્રીના સમયે સુઈ ગયો હતો ત્યાંથી કોઈ ચોર તેમના બે મોબાઇલની ચોરી કરી નાશી ગયો હતો.રાજપીપળા પોલીસે આ બાબતે અજમાલ ચુડાસમાની હકીકતના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે .થોડાક દિવસ પહેલા આ જાદુગર ની મોટરસાઇકલ પણ ચોરી થઈ હોય એ બાબતે પણ તેમણે પોલીસમાં જાણ કરી હોવાનું અજમાલભાઇ એ જણાવ્યું હતું.