ગુજરાત
News of Thursday, 16th September 2021

ખોરાકનો બગાડ અટકાવવાની જાગૃતિ માટે શિવલિંગ બનાવવા ૧,૦૦૮ બિસ્કિટ પેકેટનો ઉપયોગ

ચાંપાનેરમાં અનોખી થીમ પર ગણેશજીને બિરાજમાન કરાયા

અમદાવાદઃ તા.૧૬: રાજયભરમાં ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ગણેશોત્સવનો પ્રારંભ થયો છે.આ વર્ષે પણ લોકોએ સરકારની ગાઈડલાઈન અને ખાસ પર્યાવરણની રક્ષા માટે ઈકોફ્રેન્ડલી માટીની મૂર્તિ સાથે ડેકોરેશન પણ કરી રહ્યાં છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ચાંપાનેર ખાતે ખોરાકના બગાડ અંગે જાગૃતિ ફેલવવા માટે ભગવાન ગણેશની મૂર્તિ અનોખું ડેકોરેશન કરવામાં આવ્યું છે. 

ચાંપનેરમાં  વિઘ્નહર્તા ગણપતિ બાપા મોરયા..મંગલ મુર્તિ મોરયા..ના જયઘોષ સાથે ગણેશોત્સવનો પ્રારંભ થયો. આ વર્ષે પણ લોકોએ સરકારની ગાઇડલાઇન અને ખાસ પર્યાવરણની રક્ષા માટે ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિ સાથે ઇકોફ્રેન્ડલી ડેકોરેશન પણ કરી રહ્યા છે. ત્યારે શહેરના ચાંપાનેર દરવાજા પાસે રાધિકા સોનીએ એક ગણેશ પંડાલને અનોખી રીતે એટલે કે, ૧૦૦૮ બિસ્કીટ પેકેટનો ઉપયોગ કરી ડેકોરેશન કરી અન્નનો બગાડ થતો અટકાવવામાં આવે તેવી થીમ તૈયાર કરવામાં આવી હતી. રાધિકા સોનીએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં લગભગ ૧/૩ ભાગનો ખોરાક બરબાદ થાય છે. જેથી તેનો બગાડ અટકાવવા માટે આ વર્ષે આ થીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

(4:36 pm IST)