ગુજરાત
News of Thursday, 16th September 2021

આગામી ત્રણ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે: હવામાન વિભાગની આગાહી

19 અને 20 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે.

અમદાવાદ : ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અતિશય પ્રમાણમાં પડી રહ્યો છે. આવામાં હવામાન વિભાગે આ ભારે વરસાદ પહેલા આગાહી કરી હતી. આજે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી ત્રણ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે. એટલું જ નહીં ચિંતાજનક માહિતી એ છે કે વરસાદનું જોર વધવાનું છે.

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 19 અને 20 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે. માહિતી પ્રમાણે ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગઈ કાલે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર આપ્યા હતા. સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી હટાવાઈ હતી. રાજકોટ, જૂનાગઢ, વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું. અને અતિશય ભારે વરસાદમાંથી હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ જ રીતે આજે પણ એવી જ આગાહી કરવામાં આવી છે. ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઇ જતા સંકટ ટળ્યું હોવાનું અનુમાન છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાદમાં 19 અને 20 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

(9:30 pm IST)