ગુજરાત
News of Monday, 16th November 2020

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોના બાળકોને 2 વર્ષથી દિવાળીનો પર્વ ઉત્સાહ પુર્વક મનાવવા ટાઇગર ગ્રુપ સક્રિય

ટાઇગર ગ્રુપ નર્મદા દ્વારા 5 ગામના 300 જેટલા બાળકોને નાસ્તો, બિસ્કીટ,ચોકલેટ અને બાળકો તેમજ વૃધ લોકો તેમજ મહિલાઓને કપડાનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : છેલ્લા બે વર્ષેથી સામાજીક સેવા કાર્ય કરતું ટાયગર ગ્રુપ નર્મદા, દિવાળીના શુભ પ્રસંગે નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં કે જ્યાં હાલમા ચાલી રહેલ કોરોના બિમારીને કારણે રોજગારી ની અછત પડી હોય તેમજ જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા પરિવારના બાળકોમાં દિપાવલીની ખુશી ઓછી ન થાય તે હેતુ થી હાલ દિવાળીના પર્વમા આવા પરિવાર અને તેમના બાળકોના ચહેરા પર ખુશી લાવવા માટે ટાઇગર ગ્રુપ નર્મદા દ્વારા 5 ગામના 300 જેટલા બાળકોને નાસ્તો, બિસ્કીટ,ચોકલેટ અને બાળકો તેમજ વૃધ લોકો તેમજ મહિલાઓને કપડા નું વિતરણ કરવામાં આવ્યું હતુ.સાથે સાથે ગામ ના લોકો ને સાવચેતીથી દિવાળીનો પર્વ મનાવવાનો મેસેજ પણ આપ્યો હતો.
આ સેવા કાર્યમાં સહયોગ કરનાર તમામ દાતાઓનો ટાઇગર ગ્રુપ નર્મદા અધ્યક્ષ પ્રેમભાઈએ હૃદય થી  આભાર વ્યક્ત કર્યો તેમજ આપણા દરેક તહેવારોમા જો લોકો એક બીજા ની મદદ કરશે તો કોઈ પરિવાર ખુસિયો થી વંચિત નહિ રહે અને કોરોના જેવી મહામારીને પણ માત આપી શકીશું એવી લાગણી વ્યકત કરી હતી.

(11:44 pm IST)