News of Tuesday, 16th November 2021
ગોટપાડા બસ સ્ટેન્ડ પાસે આંકડા લખતા શખ્સને સાગબારા પોલીસે પકડી ગુનો દાખલ કર્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગોટપાડા ગામમાં આંકડા લખનાર એક ઇસમને પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે
મળતી માહિતી મુજબ અર્જુનભાઈ ભાંગાભાઈ વસાવા(રહે.ગોટપાડા તા.સાગબારા જી.નર્મદા ) નાઓએ ગોટપાડા બસ સ્ટેન્ડની સામે ચાની લારીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડા લખી લખાવી જુદા જુદા આંકડા લખેલ કાગળ તથા રોકડા રૂપિયા ૩૬૦/-સાથે પકડાઇ જઇ ગુનો કરતા સાગબારા પોલીસે ગૂનો દાખલ કર્યો છે.
(10:47 pm IST)