ગુજરાત
News of Tuesday, 16th November 2021

વેજ કે નોનવેજની કોઇ વાત નથી.પણ અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવાશે: ભુપેન્દ્રભાઈ પટેલનું મોટું નિવેદન

લોકોને જે ખાવું હોય તે ખાઇ શકે છે વેજ-નોનવેજનો કોઇ પ્રશ્ન છે જ નહીં: લારીમાં વેચાતો ખાદ્ય પદાર્થ હાનિકારક ન હોવો જોઈએ : હાનિકારક લારીઓને હટાવવામાં આવશે: આણંદમાં મુખ્યમંત્રીની મોટી સ્પષ્ટતા

આણંદ : જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ તો આ નિર્ણય જાણે જંગલની આગ બની ચુક્યો છે એક પછી એક પાલિકાઓ ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. અનેક મહાનગર પાલિકાઓ બાદ હવે આખરે ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે. જો કે આ અંગે સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વેજ નોનવેજની કોઇ વાત નથી. ટ્રાફીકમાં કે નાગરિકોને અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે.

(7:31 pm IST)