ગુજરાત
News of Sunday, 17th January 2021

ડેડીયાપાડાના થાણા ફળિયાનો ઉત્તરાયણના દિવસે શાકભાજી લેવા ગયેલો યુવાન ગુમ થતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ઉત્તરાયણના પર્વ માં ડેડીયાપાડા તાલુકામાં લોકો પતંગ ચકાવતા હતા એ સમયે થાણા ફળિયામાં રહેતા જૈશિગભાઇ ખેતીયાભાઇ ચૌધરીનો પુત્ર રિતેશ(ઉ.વ.31 ) બપોરના એક થી બે વાગ્યાના સમયમાં દેડીયાપાડા બજારમાં શાકભાજી તથા લેવા ગયેલ જ્યાથી પરત ઘરે ન આવતા ઘણી શોધખોળ કરવા છતાં ન મળતા પિતાએ આખરે પોલીસનું શરણું લીધું હતું. ડેડીયાપાડા પોલીસે રિતેશને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે

(10:52 pm IST)