ગુજરાત
News of Sunday, 17th January 2021

અમદાવાદમાં ઉત્તરાયણમાં જાહેરનામા ભંગના 67 ગુના નોંધાયા : 71 જેટલા લોકોની અટકાયત

ઉત્તરાયણમાં પતંગ કાપવા બાબતો મારામારીના બનાવો પણ બન્યા

અમદાવાદ : ઉત્તરાયણ પર્વે અમદાવાદ શહેરમાં જાહેરનામા ભંગના 67 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં 71 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. મકાન માલિક અને તેના પર્વાર સાથે ભેગા થયેલા અને મેદાન – રોડ પર પતંગ પકડનારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના મહામારીમાં અને તહેવારને લઈ કોઈ બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. પરતું તો પણ ઘણા એવા વિસ્તારોમાં મારામારીના બનાવો બન્યા હતા.

 અમદાવાદમાં ઉત્તરાયણને લઈ પોલીસ દ્વારા ચાંપતો બદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ધાબા પર રહી દુરબીન વડે લોકો પર વોચ રાખવામાં આવી રહી હતી. જો કે, શહેરમાં ઘણા એવા વિસ્તારોમાં ઉત્તરાયણમાં પતંગ કાપવા બાબતો મારામારીના બનાવો સામે આવ્યા હતા.

સરખેજમાં બાજરાવાડ નરીમાનપુરા ખાતે રહેતા બાબુભાઈ એન.ચુનારા તેમના ઘર પાસે બેઠા હતા અને તેમનો ચાર વર્ષનો દિકરો કપાયેલો પતંગ આવતા પકડયો હતો. તે સમયે બાબુભાઈની પડોશમાં રહેતો અરવિંદ ઉર્ફે ભુરો જે.ચુનારા આવ્યો હતો અને બાબુભાઈના દિકરાના હાથમાંથી પતંગ લઈ લીધો હતો.

બાબુભાઈે નાના છોકરાનો પતંગ લઈને તુ શું કરીશ એમ કહેતા ઉશ્કેરાયેલા અરવિંદે ગાળો બોલીને આજે તો તને જાનતી મારી નાંખવાનો છે કહીને બાબુભાઈને લાકડીથી ઢોર માર માર્યો હતો. સરખેજ પોલીસે આ અંગે અરવિંદ સામે ગુનો નોંદ્યો છે. તે સિવાય નરોડા અને શહેરકોટડામાં પણ હુમલાના બનાવો બન્યા હતા. તે સિવાય દાણાપીઠ લાલાભાઈની પોળમાં રહેતા અરૃણ એ.માજી અને સમર દલાલ પોતાના મકાનના ધાબા પર લાઉડ સ્પીકરો રાખી જોરજોરથી સ્પિકરો વગાડતા હોવાથી ખાડીયા પોલીસે બે લાઉડ સ્પિકર કબજે કરીને આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો.

(11:35 pm IST)