ગુજરાત
News of Sunday, 17th January 2021

સુરતમાં હત્યાની એક વિચિત્ર ઘટના : પરણિતાના એક પ્રેમી યુવકને બીજા પ્રેમીએ છાતીના ભાગે પથ્થર મારી ઉતાર્યો મોતને ઘાટ

સુરત : સુરતમાં હત્યાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. સુરતમાં હવે હત્યાએ એક સામાન્ય બાબત બની ગઇ છે. આ ઘટના બનવા પામી છે. સુરતના સચિન વિસ્તારમાં કે જ્યાં પરણિત પ્રેમિકાને પામવા બે પૈકી એક પ્રેમીએ બીજાની હત્યા કરી નાખી હતી. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે. સુરત સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સાંઇબાબા રેસીડેન્સી પાસે ઉતરાયણના દિવસે બપોરે હત્યાની ઘટના બનવા પામી હતી. જેમાં પરણિતાના એક પ્રેમી યુવકને બીજા પ્રેમીએ છાતીના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ મહિલા મહારાષ્ટ્રના અકોલામાં રહેતી હતી ચારેક વર્ષ પહેલા પતિને છોડી સચીન જીઆઇડીસી ખાતે એકલી ભાડેથી રહેતી હતી. મિલમાં મજુરી કામ કરતી હતી. મૃતક યુવક ગંગાસિંહ રમાકાંતસિંહ અને અન્ય એક યુવક બંન્ને પરિણીતાના પ્રેમીઓ હતા. બંન્ને પ્રેમીઓ પરિણીતાને પોતાની સાથે રહેવા માટે દબાણ કરતા હતા. જે બાબતે બંન્ને પ્રેમીઓ વચ્ચે રકઝક થઇ હતી. જેમાં એક દ્વારા બીજીની હત્યા કરી નાખી હતી.

મૃતક ગંગાસિંહ મુળ યુપીનો રહેવાસી હતો. સચિનની ચાલીમાં એકલો રહેતો હતો. મહિલા મૃતકના ઘરે રસોઇ તેમજ અન્ય કામ કરવા માટે જતી હતી. જેથી તેની સાથે આડા સંબંધો હતા. હાલમાં મહિલાના બીજા પ્રેમી સાથે રહેવા માટે ગઇ હતી. જેના કારણે મૃતક પ્રેમીને લાગી આવ્યું હતું. પોતાની સાથે રહેવા માટે દબાણ કરવા લાગ્યો હતો.

જેના કારણે બંન્ને વચ્ચે ઝગડો થયો હતો. જેમાં હત્યા થઇ હતી. બનાવ અંગે સચિન જીઆઇડીસી પોલીસે ચાલીના વહીવટકર્તા ઝાકીર અલીની ફરિયાદ લઇને હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આ ઘટનામાં કમલેશ અને બીરજુ નામના શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ પણ શરૂ કરી છે. જો કે મહિલાના પ્રેમમાં પાગલ બનેલા બંન્નેએ એવું પગલું ભર્યું કે, એકનું મોત નિપજ્યું હતું જ્યારે બીજાને જેલમાં જવાનો વારો આવ્યો છે.

(12:05 pm IST)