ગુજરાત
News of Monday, 17th January 2022

ખેડબ્રહ્મામાં આવેલુ અંબિકા માતાજીનું મંદિર 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો

મંદિર 23મી જાન્યુઆરીએ ભક્તો માટે ખોલાશે :પોષી પૂનમે બંધ બારણે જ અન્નકૂટ ભરાશે અને પૂજન અર્ચન થશે

અમદાવાદ ;પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટતી હોય છે. જો કે આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની શરુઆત વચ્ચે ભક્તો પૂનમના દિવસે મંદિરોમાં દર્શન માટે નહીં જઇ શકે. વધતા કોરોનાના કેસને કારણે આ વખતે અનેક મંદિરોમાં પૂનમના દિવસે બંધ રહેશે

માત્ર પૂનમના દિવસ પુરતા જ નહીં રાજ્યના ઘણા પ્રસિદ્ધ મંદિરોના દ્વાર થોડા દિવસ દર્શનાથીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરકાંઠામાં ખેડબ્રહ્મામાં આવેલુ અંબિકા માતાજીનું મંદિર 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય મંદિર સંચાલકોએ કર્યો છે. ખેડબ્રહ્માનું મા અંબેનું આ મંદિર 23મી જાન્યુઆરીએ ભક્તો માટે ખોલવામાં આવશે. ખેડબ્રહ્મામામાં પોષી પૂનમે બંધ બારણે જ અન્નકૂટ ભરાશે અને પૂજન અર્ચન થશે.

(10:12 pm IST)