ગુજરાત
News of Monday, 17th January 2022

રાજ્યના વધુ એક કલેકટર સંક્રમિત : પાટણના કલેકટર સુપ્રિતસિંહ ગુલાટી કોરોના પોઝિટિવ:હોમ આઇસોલેટ થયા

વેકિસનના ડબલ ડોઝ લીઘા હતા : કલેકટરે સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા કરી અપીલ

અમદાવાદ :રાજ્યના વધુ એક કલેકટર કોરોના સંક્રમિત થયા છે, પાટણના કલેકટર સુપ્રિતસિંહ ગુલાટી કોરોના પોઝિટિવ  આવ્યા છે  હાલ કલેકટર હોમ આઇસોલેટ થયા છે કલેકટરે કોરોના  વેકિસનના ડબલ ડોઝ લીઘા હતા કોરોના સંક્રમિત કલેકટર સુપ્રીતસિંહ ગુલાટીએ સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે

 

(6:13 pm IST)