ગુજરાત
News of Monday, 17th January 2022

પાટણનાં ચંદ્રમાણાની કેનાલમાંથી ત્રીજા દિવસે પિતરાઇ ભાઇ-બહેનના મૃતદેહ મળ્યા

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧૭ :.. પાટણ તાલુકા ના ચંદ્રુમણા-કંબોઇ   માર્ગ પરથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બુધવારે સાંજે ચંદ્રુમણા ગામના પટેલ પરિવારનાં પિતરાઇ ભાઇ - બહેન કેનાલમાં ડૂબ્યા હોવાની ઘટના બની હતી. જે બન્ને પિતારાઇ ભાઇ - બહેનને શોધવા સ્થાનિક તરવૈયાઓ સહિત એનડીઆરએફ ની ટીમ છેલ્લા કેટલાક કલાકો થી મહેનત કરી હતી. ત્યારે શનિવારે બપોરે બન્ને ની લાશ હારીજની ભલાણા કેનાલમાંથી મળી આવી હતી. મૃતક બન્નેની લાશોને પોસ્ટ મોર્ટમ માટે હારીજ સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ ધારાસભ્ય ડો. કીરીટ પટેલ ને થતા તેઓએ પણ ઘટના સ્થળે દોડી આવી બનેલી સંવેદનશીલ ઘટનાને પગલે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

બન્નેની  લાશની શોધખોળ માટે રાજયના રેવન્યુ મીનીસ્ટર સાથે ચર્ચા  કરી એનડીઆરએફ ટીમની મદદ માંગી હતી.

ત્યારે આ સાથે ગામના અગ્રણીઓ વિરેશભાઇ વ્યાસ સહિતના વિવિધ સમાજના અગ્રણીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આજે બનાવ ના ત્રીજા દિવસે હારીજ તાલુકાના ભલાણા - ખરીયા ગામ નજીક ની કેનાલના સાયફનમાં ફસાયેલી લાશ બહાર આવતાં. સ્થાનિક લોકોના ધ્યાનમાં આવતાં બન્ને લાશોને પાટણ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારી કૌશિક ઠાકોર અને અન્ય સ્ટાફ તેમજ સ્થાનીક તારવૈયાની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ આ અંગેની જાણ ચંદ્રમણા ખાતે કરવામાં આવતા લોકો ભલાણા ખાતે દોડી આવ્યા હતાં. મૃતક બાળકીની લાશ ચંદ્રમણા ગામથી   ર૦ કિ. મી. દૂર હારીજના ભલાણા ગામથી ૪ કિ. દૂર થી મળી જયારે તેના પિતરાઇ ભાઇની લાશ ૩૬ કિ. મી. દૂર થરાના ખારીયા ગામની કેનાલમાંથી મળી હતી.

(2:39 pm IST)