ગુજરાત
News of Monday, 17th January 2022

રાત નો ભૂલેલો ઘરે આવ્યો છું અને પોતાના ઘરે પાછો ફર્યો છું

વિજય સુવાળાએ સીઆર પાટિલની હાજરીમાં કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો

કલાકાર વિજય સૂવાળાએ ભાજપનો ખેસ પહેર્યો

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ :  કમલમ કોળા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં સુપ્રસિધ્ધ કલાકાર વિજય સુંવાળા ભાજપમાં જોડાયા હતા.(૬.૧૯)

અમદાવાદ, તા.૧૭: વિજય સુવાળા આખરે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની હાજરીમાં તેઓએ કમલમ ખાતે કેસરિયો વિધિવત રીતે ધારણ કર્યો હતો.  તેમની સાથે ૧૦૦ જેટલા સમર્થકો પણ હાજર રહ્યા હતા.

વિજય સુવાળાએ કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાત નો ભૂલેલો દિવસે ઘરે આવ્યો છું અને પોતાના દ્યરે પાછો ફર્યો છું.પોઝિટિવ વેવસ આજનું વાતાવરણ મારી જિંદગી માટે બહુ મહત્વનું છે. મારી ૩ પેઢી ભાજપમાં જોડાયેલી છે. સંગઠન વિના કઈ થઈ શકતું નથી અને ભાજપ જેવું સંગઠન મેં કયાંય જોયું નથી. હું વચન આપું છું કે હું તન મન ધનથી ભાજપ સાથે રહી લોકોની સેવા કરીશવિજય સુવાળાએ રવિવારે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો શરૂ થઈ હતી. ઈસુદાન ગઢવીએ  વિજય સુવાળાના દ્યરે જઈને તેમના મનાવવા માટે અનેક પ્રયાસો કર્યા હોવા છતાંયે વિજય સુવાળા આપ છોડીને ભાજપમાં જોડાયા છે.

મીડિયા સાથે વાતચીતમાં વિજય સુવાળાએ કહ્યું કે હું એક લોકસેવક છું એટલે જ હું જે લોકો માટે કામ કરશે તે પાર્ટીમાં જોડાઈશ. ભારતીય જનતા પાર્ટીમાંથી મને દ્યણીવાર આમંત્રણ મળ્યું છે તેથી આજે જ હું વાતચીત કરવા માટે જઈ રહ્યો છું અને તે બાદ આગામી નિર્ણય લેવામાં આવશે. હું રાજકીય મિત્રો અને વડીલો સાથે વાતચીત કર્યા બાદ કમલમમાં જઈશ. વિજય સુંવાળાએ કહ્યું કે જે વ્યકિત સમયને સમજી જાય તે જ સાચો વ્યકિત કહેવાય. મને દ્યણા સમયથી ભાજપમાંથી આમંત્રણ હતું તેથી આજે મળવા માટે જઈ રહ્યો છું.

 કોણ છે વિજય સુવાળા?

જાણીતા ગુજરાતી સિંગર તરીકે વિજય સુવાળાનું ગુજરાતમાં મોટું નામ છે, તેઓ મહેસાણાના સુવાળાના વતની છે. તેમના પિતાનું નામ રણછોડભાઈ છે અને તેમણે ૧૬ વર્ષની ઉંમરે અમદાવાદ આવીને ચા વેચવાનો ધંધો કર્યો હતો. વિજય સુવાળાના પિતાજી ટ્રકના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. વિજય સુવાળાએ નાનપણમાં પિતાનો સંદ્યર્ષ નજીકથી જોયો હતો. દ્યરની આર્થિક સ્થિતી સારી ન હોવાથી વિજય સુવાળાને ભણવામાં મન લાગતું નહીં અને ઝડપથી પૈસાદાર બનવાનો વિચારો આવતા હતા. આથી એક ખાનગી ટેલીકોમ કંપનીના કોલ સેન્ટરમાં રૂ. ૬૫૦૦ના નોકરીથી શરૂઆત કરી હતી.

(3:47 pm IST)