ગુજરાત
News of Monday, 17th January 2022

પાલનપુરના ડીસા હાઇવે નજીક સવસ રોડ નજીક ગંદા પાણીનો ભરાવો થઇ જતા સ્થાનિક લોકોએ રોષ દેખાડ્યો

પાલનપુર: શહેરના ડીસા હાઇવે પર રેલવે કોરિડોર બ્રિજનું કામ ચાલી રહ્યું હોય હાઈવેના સવસ રોડ પર વાહનો પસાર થઈ રહ્યા છે.જે સવસ રોડ પર ફ્લેટના ગંદા પાણીનો ભરાવો થતો હોય સ્થાનિક સોસાયટીના લોકો અને વાહન ચાલકોને અવર જવરમાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. જોકે આ ગંદા પાણીનો નિકાલ અને તૂટી ગયેલા સવસ રોડને રીપેર કરવા અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોએ હાઇવે પર ચક્કાજામ કરી રોષ વ્યકત કર્યો હતો.

પાલનપુર ડીસા હાઇવે પર જોડના પુરા નજીક રેલવે કોરીડોર બ્રિજના કામને લઈ વાહનો સવસ રોડ પર ડાઈવર્ટકરવામાં આવતા સવસ રોડ ઠેરઠેર તૂટી ગયો છે.તેમજ હાઇવે સાઈડના એક ફ્લેટનું ગંદુ પાણી આ રોડ પર ભરાઈ રહેતા સ્થાનિકો તેમજ આ માર્ગે પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં સતત અકસ્માત સર્જાવાની દહેશત વર્તાઈ રહી છે.આ ગંદા પાણીનો નિકાલ તૂટી ગેયલ સવસ રોડનું સમાર કામ કરવા સ્થાનિકો દ્રારા અનેક વાર જવાબદાર તંત્રમાં રજુઆતો કરવામાં આવી છે.તેમ છતાં આ સમસ્યાનો કોઈ જ ઉકેલ ન આવતા રવિવારે સવારે પરફેક્ટ  સોસાયટી સહિતના રહીશોએ ડીસા હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.લોકોએ ચક્કાજામ કરતાં પોલીસ  ઘટના સ્થળે દોડી આવી હતી.અને સ્થાનિકોને સમજાવી મામલો થાળે પાડી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો.જોકે આ સમસ્યાનું સત્વરે સમાધાન કરવામાં નહિ આવે તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

(5:50 pm IST)