ગુજરાત
News of Monday, 17th January 2022

મહેસાણા તાલુકાના ચલુવા ગામ નજીક નજીવી બાબતે થયેલ બોલાચાલીમાં મામલો બિચકતા 14 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ

મહેસાણા: તાલુકાના ચલુવા ગામમાં વાસી ઉતરાયણના દિવસે થયેલી બોલાચાલી બાદ મામલો બિચકતાં મારામારી થવા પામી હતી અને સામસામે થયેલ પોલીસ ફરિયાદમાં ૧૪ ઈસમો સામે ગુનો નોધાયો છે.  ચલુવા ગામના ઠાકોર રમેશજી ધૂળાજી એ નોધાવેલ પોલીસ ફરિયાદ અનુસાર તેઓ તેમના દીકરા વિજયજીને લઈને પોતાની કાર લઈને ગામના રગતીયાં તળાવ પાસેના જાહેર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન રોડ પર રહેલ બમ્ફ ( સ્પીડ બ્રેકર )ને ગાડી અડી જતા ફરિયાદી ઠાકોર રમેશજી શંકરજી અમે  ઠાકોર ભરતજી અમરતજી ને કહેવા ગયેલ કે  રોડ પર આવડો મોટો બમ્ફ બનાવ્યો જેથી ગાડી નીચે અડી રહે છે.તેમ કહેવા જતા બને ઈસમો ઉશ્કેરાઈ જઈને મનફાવે તેમ ગાળો બોલી લાકડી લઈને આવીને ફરિયાદને હાથ તેમજ બરડામાં  માર મારવા લગતા તેમની સાથે રહેલા તેમના દીકરાએ છોડાવવા માટે વચ્ચે પડતાં તેને પણ માર મારવા લાગ્યા હતા.બીજા પાંચ જેટલા ઈસમો પણ આરોપીઓનું ઉપરાણુ લઈને આવીને લાકડી વડે માર મારવા લાગ્યા હતા.ઇજાગ્રસ્ત પિતા અને પુત્રને સારવાર અર્થે લાઘણજ સરકારી દવાખાને સારવાર આપી વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે રમેશજી ઠાકોરે  રમેશજી શંકરજી ઠાકોર,ભરતજી અમરતજી ઠાકોર,રાજેશજી છનાજી ઠાકોર,દીપસિંહ બળદેવજી ઠાકોર,શેધાજી જસાજી ઠાકોર,નવઘણજી મંગાજી ઠાકોર,ગૌતમજી રમેશજી ઠાકોર, તમામ રહે ચલુવા સામે ફરિયાદ નોધાવી હતી.તો સામે પક્ષે ઠાકોર રાજુજી છનાજીએ  ઠાકોર વિજયજી રમેશજી,ઠાકોર અજયજી રામાજી,ઠાકોર છનાજી સૂખાજી,ઠાકોર મુકેશજી સુખાજી,ઠાકોર કિરણજી સુખાજી, ઠાકોર રમેશજી ધૂળાજી,ઠાકોર સુખાજી નેનાજી, તમામ રહે ચલુવા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(5:51 pm IST)