ગુજરાત
News of Monday, 17th January 2022

ખેડા જિલ્લામાં અપશબ્દો બોલવા બાબતે થયેલ ઝઘડામાં સાત વિરુદ્ધ ફરિયાદ દાખલ

નડિયાદ : ખેડા જિલ્લામાં  ઠાસરાના વણોતી, કપડવંજના ગલાબજીના મૂવાડા તાબે  ઘઉઆ અને કઠલાલના પોરડા ફાગવેલમાં ઝઘડો થયો છે.  વણોતી હાડીયાના મૂવાડામાં રહેતા જયેશભાઇના પત્ની ઉર્મિલાબેન પોતાના ઘર પાસે વાસણ ઘસવા બેઠા હતા. તે સમયે મહેશભાઇ ઘર પાસે ગાળો બોલતા જતા હતા. જે અંગે ઠપકો આપતા મામલો બિચક્યો હતો. આ બનાવ અંગે જયેશભાઇ પૂનમભાઇ પરમારે ડાકોર પોલીસ મથકે મહેશભાઇ કીરીટભાઇ પરમાર અને રાજુભાઇ ધનાભાઇ પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. કપડવંજના ગલાબજડીના મૂવાડા તાબે આવેલ ઘઉઆમાં  લીમડાના ઝાડ અંગે મારામારી થઇ હતી.  બનાવ અંગે સુખીબેન યશવંતસિંહ ઝાલાએ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે મૂકેશભાઇ પર્વતભાઇ ઝાલા, શાન્તાબેન મૂકેશભાઇ ઝાલા, જયેશભાઇ પર્વતસિંહ ઝાલા અને રેખાબેન જયેશભાઇ ઝાલા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.કઠલાલના પોરડા ફાગવેલ આઝાદચોકમાં રહેતા રણજીત સિંહ રાઠોડ ના ઘર આગળ  રાજેશભાઇ રાઠોડ આંટા ફેરા મારતા હતા. જે અંગે તકરાર થઇ હતી. આ બનાવ અંગેરણજીતસિંહ માનસિંહ રાઠોડે  કઠલાલ પોલીસ મથકે  રાજેશભાઇ નારણ ભાઇ રાઠોડ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

(5:54 pm IST)