ગુજરાત
News of Monday, 17th January 2022

ખેડા જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 16 શકુનિઓને ઝડપી પાડયા

નડિયાદ : ખેડાજિલ્લામાંત્રણ અલગ અલગ સ્થળે ચાલતા જૂગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો છે. જેમાં ખેડાના પરસાંતજમાં, મહુધાના ખલાડી ગામે  અને નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં  ચાલતા જૂગારધામ પર સ્થાનિક પોલીસે  રેડ કરી હતી. ત્રણેય જૂગારનાબનાવોમાં કુલ-૧૬ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા સ્થાનિક પોલીસની ટીમે પરસાતજ સ્કુલની સામેના રોડનજીક આવેલ ખુલ્લી જગ્યામાં  બાતમીના આધારે દરોડો પાડયો હતો. જેમાં ભરતભાઇ વિઠ્ઠલભાઇ ગોહેલ, શંભૂભાઇ રયજીભાઇ ગોહેલ, વિનુભાઇ ઉર્ફે ગફુરભાઇ ગાંડાભાઇ ગોહેલ,અજાભાઇ રમેશભાઇ ગોહેલ, વિઠ્ઠલભાઇ શકરાભાઇ, પ્રહલાદભાઇ રમતુભાઇ ગોહેલને ઝડપી પાડયા હતા. જ્યારે બે બાઇક ચાલકો પોલીસ ટીમને થાપ આપી ફરાર થયા હતા. પોલીસે  કુલ રૂા.૪૫,૨૦૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.મહુધા સ્થાનિક પોલીસે તાલુકાના ખલાડી ગામના ગલ્લાની પાછળ ચાલતા જૂગારધામ પર રેડ કરી હતી. જેમાં રાજેશભાઇ સતિષભાઇ ભોજાણી, છત્રસિંહ શાભયભાઇ ભોજાણી, અરવિંદભાઇ મંગળભાઇ ભોજાણી, સુરાભાઇ ગોકળભાઇ ભોજાણી અને પ્રવિણભાઇ ઉર્ફે લાલાભાઇ પ્રતાપભાઇ ભોજાણીને ઝડપી પાડયાહતા. પોલીસે  કુલ રૂા.૧૦૯૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. નડિયાદ પશ્ચિમ પોલીસે બાતમી આધારે શહેરના બાર આંબલી પાછળ આવેલ ખુલ્લી જગ્યામાંચાલતા જૂગારધામ પર રેડ કરી હતી. જેમાં રાજુભાઇ લક્ષ્મીનારાયણ પંડિત, વિશાલભાઇ રમેશભાઇ સોલંકી, ગોપાલભાઇ તારાજી સરગરા, રઇજીભાઇ રામાભાઇ ઝાલા અને રમેશભાઇ કાળાભાઇ મારવાડીને ઝડપી પાડયા હતા. 

(5:56 pm IST)