ગુજરાત
News of Monday, 17th January 2022

સુરતના પાંડેસરા વિસ્તારમાં રીક્ષા પલ્ટી ખાતા યુવાનનું મોત:અન્ય 6 મિત્રો ઈજાગ્રસ્ત

સુરત: ઉતરાયણના રોજ ડુમસ ફરીને પરત આવતી વખતે સચીન રોડ રીક્ષા પલ્ટી થતા નાની મોટી ઇજા પામલા ૬ મિત્ર પૈકી એક યુવાનનું મોત નીંપજયુ હતુ. નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં સરકારી સ્કુલ પાસે ગોવાલકનગરમાં રહેતો ૨૪ વર્ષીય રાજન મનોજ ગૌતમ શુક્રવારે બપોરે પાંચ જેટલા મિત્ર સાથે ઉતરાયણ હોવાથી ડુમસથી ફરીને રીક્ષામાં પર ઘરે આવવા નીકળ્યા હતા. તે સમયે સચીનના દિપલીગામ નજીક રીક્ષા પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં છ મિત્રને નાની મોટી ઇજા થઇ હતી. ગંભીર ઇજા પામેલા રાજનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે તેમના મિત્રને સાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. તે મુળ ઉતરપ્રદેશના જોનપુરનો વતની હતો. તેની પત્નીને નવ માસનો ગર્ભ છે. તે જરીનું કામ કરતો હતો. આ અંગે સચીન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ હાથ ઘરી છે.

(5:57 pm IST)