ગુજરાત
News of Monday, 17th January 2022

પાદરા તાલુકાના છોકરી ગામ નજીક તબેલાની મજૂરીના પૈસા આપવાનું કહેતા શ્રમજીવીએ ઝેર ગટગટાવ્યું

પાદરા:તાલુકાના ચોકારી ગામે તબેલાની મજૂરીના પૈસા ત્રણ દિવસ પછી આપવાનું માલિકે જણાવતા શ્રમજીવીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે પાદરા તાલુકાના ચોકારી ગામે રહેતો વિનુ ભુપતભાઇ ચાવડા(ઉ.વ.૪૫) આણંદ તાલુકાના ગામડી ગામે રાજુભાઇના ખેતરમાં તબેલામાં મજૂરી કામ કરતો હતો. ઉત્તરાયણ પૂર્વે વિનુ ચાવડાએ મજૂરીના પૈસાની માંગણી કરતા તબેલાના માલિકે બે-ત્રણ દિવસ પછી પૈસા આપીશ તેમ જણાવ્યું હતું. માલિકના જવાબ બાદ ઉત્તરાયણના દિવસે વિનુ ચાવડા ઘેર આવ્યો હતો અને બપોરે વિનુને મનમાં લાગી આવતા કચરામાં છાંટવાની દવા પી લેતા મોત નિપજ્યું હતું.

અન્ય બનાવમાં પાદરા તાલુકાના મહુવડ ગામની સીમમાં રહેતા રાજેન્દ્રસિંહ કનુભાઇ પઢીયાર(ઉ.વ.૨૪)એ લોન લીધી હતી અને તેના પૈસા ભરપાઇ થઇ શકતા ન હતાં દેવુ નહી ભરાતા રાજેન્દ્ર સતત ચિંતામાં રહેતો હતો અને તેને ગઇકાલે શાકભાજીના પાકમાં નંખાતી ઝેરી દવા પી લીધી  હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

(5:59 pm IST)