ગુજરાત
News of Monday, 17th January 2022

આઈબી વડા અનુપમસિંહ ગેહલોત,રાજકોટના જોઈન્ટ સીપી ખુર્શીદ અહેમદ,અને રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપસિંહ વિગેરેની બઢતી :મૂળ સ્થાને યથાવત

રાજકોટ:  સિનિયર કક્ષાના તથા જુનિયર લેવલના આઇપીએસ અધિકારીઓને બઢતી આપવા માટે તા,13મીએ જીપીસીની બેઠકમાં નિર્ણય લેવાય ગયાનું અને ગમે ત્યારે ઓર્ડરો નીકળશે તેવા અકિલાના અહેવાલને સમર્થન મળ્યું છે,  આઈ બી, વડા અનુપમસિંહ ગેહલોત અને રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદની એડિશનલ ડીજી તરીકે બઢતી આપી મૂળ સ્થાને ચાલુ રાખવામાં આવ્યા છે,

   ડીઆઈજી કક્ષાના રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ, અમદાવાદના એડિશનલ પોલીસ કમિશનર ગૌતમ પરમાર અને અમદાવાદના એમટી સેક્શનના ડીઆઈજી દિનેશ પરમારને આઇજી કક્ષાએ બઢતી આપીને મૂળ જગ્યાએ જ ચાલુ રાખવામાં આવ્યા છે,

 એસપી લેવલના સિલેક્શન ગ્રેડ આપતા જે હુકમો કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદ ઋરળના વિરેન્દ્રસિંહ યાદવ,અને આઈબીના વિશાલ વાઘેલા તથા સુરતના મહિલા એસપી વિધિ ચૌધરીને ચાલુ માસથી સિલેક્શન ગ્રેડ મંજુર કરવામાં આવ્યો છે

 

(8:27 pm IST)