ગુજરાત
News of Monday, 17th January 2022

ડેડીયાપાડામાં જુગાર રમતા 3 શખ્સોને 20,560ના મુદામાલ સાથે ઝડપી પાડતી જિલ્લા LCB :2 વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદાની કડક સુચના અને માર્ગદર્શન મુજબ એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી. નાઓને બાતમી મળેલ કે ડેડીયાપાડા પો.સ્ટે .વિસ્તારના વૈકુંઠ ફળીયા પાસે જુગાર ચાલતા હોવાની બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જુગારના આંકડા લખી લખાવતા ( ૧ ) અજયભાઇ અમરસીંગ વસાવા (રહે.વૈકુઠ ફળીયા , મોજદા રોડ , ડેડીયાપાડા તા.ડેડીયાપાડા )( ર ) જયંતીભાઇ ટેમરીયા ભાઇ વસાવા ( ૩ ) દિલીપભાઇ કહાલીયાભાઇ વસાવા (બંન્ને રહે. સીંગલ ગભાણા તા.ડેડીયાપાડા)ને જુગારના સાહિત્ય તથા રોકડ રકમ રૂ. ૨૦,૦૬૦ તથા મોબાઇલ -૧ કિ.રૂ .૫૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૨૦,૫૬૦ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા જ્યારેઇ ( ૧ ) સંજયભાઇ ખાનસીંગભાઇ વસાવા(રહે . વૈકુઠ ફળીયા.મોજદા રોડ, ડેડીયાપાડા) ( ર ) યોગેશભાઇ વસાવા(રહે.માર્કેટ યાર્ડ બાજુમાં ડેડીયાપાડા) ને વોન્ટેડ જાહેર કરી તેમના વિરૂધ્ધમાં ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી .

(10:11 pm IST)