ગુજરાત
News of Monday, 17th January 2022

હવે 1લી મેંથી 3 દિવસ યોજાઈ શકે વાઇબ્રન્ટ સમિટ : ગુજરાતના સ્થાપના દિન માટે કન્ફોર્મેશન મંગાયું

કોવિડ- 19ના થર્ડવેવને કારણે સ્થગિત થયેલી વાઇબ્રન્ટ માટે બજેટ બાદ અધિકારીઓને તૈયારી કરવાના સંકેત મળ્યા

 

અમદાવાદ :કોવિડ- 19ના થર્ડવેવને કારણે 10 જાન્યુઆરીથી શરૂ થનારી 10મી વાઈબ્રન્ટ સમિટ ગુજરાત સરકારે સ્થગિત કરી હતી વર્ષ 2022એ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે. આથી ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે તે પૂર્વે બે સપ્તાહ અગાઉ સ્થગિત કરાયેલી વાઈબ્રન્ટ સમિટ ગુજરાત સ્થાપના દિવસ- 1લી મે- 2022ને રવિવારથી સળંગ ત્રણ દિવસ યોજવા ગુજરાત સરકારને દિલ્હીથી સંકેતો મળ્યા છે. જો કે, આ સંદર્ભે આખરી નિર્ણય વિદેશના ડેલગેટ્સ, પાર્ટનર કન્ટ્રીના રાજદ્વારીઓ તરફથી કન્ફર્મેશન મળ્યા બાદ માર્ચ મહિનામાં લેવાશે.

મુખ્યમંત્રી કાર્યલાય- CMO અને ઉદ્યોગ વિભાગના ટોચના અધિકારીઓએ સ્થગિત રહેલી વાઈબ્રન્ટ સમિટની નવી તારીખો મુદ્દે કોઈ ફોડ પાડી રહ્યા નથી. પરંતુ, 14મી વિધાનસભાનું છેલ્લુ બજેટ સત્ર જેવુ પૂર્ણ થાય કે તુરંત જ વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ કરવા તેમને દિલ્હીથી સંકેતો મળ્યાનું કહી રહ્યા છે. આથી, સંભવતઃ 1લી મે- 2022ને રવિવારથી સળંગ ત્રણ દિવસ મહાત્મા મંદિરમાં સમિટ અને 30મી એપ્રિલ- 2022થી સચિવાલયની સામે સળંગ પાંચ દિવસ એક્ઝિબિશનનું આયોજન થઈ શકે છે.

એપ્રિલ- મેમાં ગુજરાતમાં તાપમાનનું ઉચું પ્રમાણ રહેતુ હોવાથી યુરોપ, અમેરિકા અને રશિયાના દેશો માટે આ સમય અનુકૂળ રહેતો નથી. પરંતુ, કોવિડ-19ને કારણે બબ્બે વખત આ ઈવેન્ટ રદ્દ થયા બાદ વૈશ્વિક સ્તરે અર્થતંત્રને વેગવંતુ બનાવવા અને ગુજરાત સહિત ભારતમાં રોકાણની રહેલી તકોને કારણે જાન્યુઆરીના ઠંડા વાતાવરણને બદલે એપ્રિલ- મેની ગરમીઓને કેટલા ફોરનર્સ સ્વિકારે છે તેના ઉપર રાજ્યના ઉદ્યોગ વિભાગથી લઈને ઁસ્ર્ં અને ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયની નજર છે.

(12:41 am IST)