ગુજરાત
News of Wednesday, 17th February 2021

ગુજરાતના મોટાભાગના જિલ્‍લામાં વોટસઅેપ આધારિત પરીક્ષા વિદ્યાર્થીઓને પસંદ ન આવી : નબળો પ્રતિસાદ

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-3થી 10ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી વોટ્સએપ આધારીત પરીક્ષાને ખુબ જ નબળો પ્રતિસાદ મળી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. 13 ફેબ્રઆરીના રોજથી શરૂ થયેલી ચોથા તબક્કાની પરીક્ષામાં અમદાવાદ જિલ્લામાં માંડ 4.32 ટકા વિદ્યાર્થીઓએ જ આ પરીક્ષા આપી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જોકે, હજુ આ પરીક્ષા 19 ફેબ્રુઆરી સુધી ચાલશે. પરંતુ સરકારી આંકડા પરથી પરીક્ષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો અભાવ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યો છે. આવી જ સ્થિતિ સમગ્ર રાજયમાં જોવા મળી હતી. તેમાંય અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 9.29 લાખ વિદ્યાર્થીઓમાંથી અત્યાર સુધી 40 હજાર જેટલા વિદ્યાર્થીઓએ જ વોટ્સએપ આધારીત પરીક્ષા આપી હતી. આ ચિત્ર અમદાવાદ જિલ્લા પુરતુ મર્યાદીત નથી. પરંતુ સમગ્ર રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. Gujarat Online Exશિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-3થી 10ના વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ આધારીત પરીક્ષા લેવાનું આયોજન કર્યું હતું. જેમાં વોટ્સએપ નંબર જાહેર કરાયા બાદ તેમાં હેલો લખી વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. ત્યાર બાદ શનિવારના રોજ આ માટે પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું. જેમાં પ્રથમ પરીક્ષા પ્રાયોગીક ધોરણે લેવામાં આવી હતી. સર્વરનો ઈશ્યુ આવતા રાજ્યને ચાર ઝોનમાં વહેંચી જુદાજુદા વોટ્સએપ નંબર આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ સર્વરનો ઈશ્યુ સોલ્વ થયા બાદ વિદ્યાર્થીઓ એક જ દિવસમાં પરીક્ષા આપી શકે તેમ ન હોવાથી શુક્રવાર સુધીમાં ગમે ત્યારે વિદ્યાર્થી પરીક્ષા આપી શકે તેવું આયોજન કરાયું હતું. Gujarat Online Exam

દરમિયાન 13 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં ધોરણ-3થી 10ના વિદ્યાર્થીઓ માટે ચોથા તબક્કાની વોટ્સએપ આધારીત પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો ન હોવાનું સામે આવ્યું છે. Gujarat Online Exam

અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 95.68 ટકા જેટલા વિદ્યાર્થીઓએ હજુ આ પરીક્ષા આપી ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે માત્ર 4.32 ટકા જેટલા વિદ્યાર્થીઓએ જ અત્યાર સુધી પરીક્ષા આપી છે. આ પરીક્ષા હજુ 19 ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓ આપી શકશે. પરંતુ ત્યાં સુધીમાં આંકડામાં સામાન્ય વધારો જ જોવા મળશે તેવું સુત્રો કહી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં ટકાવારીની દ્રષ્ટીએ સૌથી વધુ દેત્રોજ-રામપુર બ્લોકમાં 32.72 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટીએ જોઈએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 10,859 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. આમ, અમદાવાદ શહેર અને એએમસી બ્લોક કરતા જિલ્લાના અન્ય બ્લોકમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ટકાવારી વધુ છે. Gujarat Online Exam

અમદાવાદ જિલ્લામાં કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

બ્લોક

કુલ વિદ્યાર્થી

પરીક્ષા આપનાર વિદ્યાર્થી

ટકાવારી

 

 

 

 

એએમસી

4,78,294

10,859

2.27

બાવળા

21,912

2,039

9.31

સિટી

1,64,462

2,934

1.78

દસક્રોઈ

1,32,817

6,585

4.96

દેત્રોજ-રામપુર

8,861

2,899

32.72

ધંધુકા

13,461

1,916

14.23

ધોલેરા

54,75

641

11.71

ધોળકા

33,106

4,347

13.13

માંડલ

8,879

1,141

12.85

સાણંદ

39,090

4,539

11.61

વિરમગામ

23,147

2,311

9.98

 

 

 

 

કુલ

9,29,504

40,211

4.32

પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં નવસારી જિલ્લો ટોપ પર

રાજ્યના તમામ જિલ્લાઓમાં વોટ્સએપ આધારીત પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ નહીવત છે. જોકે આ બધામાં નવસારી જિલ્લો બધાથી અલગ પડ્યો છે અને ત્યાંના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્સાહપુર્વક ભાગ લીધો હોય તેમ જણાઇ રહ્યું છે. નવસારી જિલ્લામાં ચિખલી બ્લોકમાં સૌથી વધુ 72.18 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે અન્ય બ્લોકમાં ગણદેવીમાં 62.68 ટકા, જલાલપોરમાં 41.72 ટકા, ખેરગામમાં 66 ટકા, નવસારી 44.82 ટકા અને વાંસદામાં 69.51 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે સૌથી ઓછી ટકાવારી રાજકોટ કોર્પોરેશન બ્લોકમાં નોંધાઈ છે. ત્યાં માત્ર 1.05 ટકા વિદ્યાર્થીઓએ જ વોટ્સએપ આધારીત પરીક્ષા આપી હોવાની વિગતો સામે આવી છે. પરીક્ષામાં ટકાવારી વધે તે માટે તમામ જિલ્લાઓમાં સુચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.

રાજયની મહાનગરપાલિકાની સ્થિતિ

શહેરનું નામ

બ્લોક

કુલ વિદ્યાર્થી

પરીક્ષા આપનારા

વિદ્યાર્થીની સંખ્યા

ટકાવારી

 

 

 

 

 

અમદાવાદ

સીટી

1,64,462

2934

1.78

 

એએમસી

4,78,294

10,859

2.27

 

 

 

 

 

ગાંધીનગર

સીટી

1,20,794

5.303

14.08

 

 

 

 

 

જામનગર

સીટી

1,08,517

7,515

6.93

 

 

 

 

 

જૂનાગઢ

સીટી

11,378

3,315

29.14

 

 

 

 

 

રાજકોટ

સીટી

33,910

2,382

7.02

 

 

 

 

 

સુરત

એસએમસી

5,79,161

22,685

3.92

 

 

 

 

 

વડોદરા

સીટી

53,585

5633

10.51

 

વીએમસી

2,08,382

3,787

1.82

 

(11:11 pm IST)