ગુજરાત
News of Wednesday, 17th February 2021

ગુજરાત કોંગ્રેસની સતાવાર જાહેરાત : ગુજરાત કોંગ્રેસ રાજય સભાની ચૂંટણીના ઉમેદવાર ઉભા નહિ રાખે

 

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા સતાવાર જાહેરાત કરાઇ છે. જેમાં ગુજરાત કોંગ્રેસ રાજય સભાની ચુંટણીમાં ઉમેદવાર ઉભા નહિ રાખે.

વધુ વિગતો જોઇઅે તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં Congress માટે મુશ્કેલીઓ વધી છે. તેવા સમયે 1 માર્ચના રોજ યોજાનારી રાજયસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પણ કોંગ્રેસે ઉમેદવાર ન ઉભા રાખવાનો નિણર્ય કર્યો છે. આ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર થશે તેવી હાલ શક્યતા છે.

(9:21 am IST)