ગુજરાત
News of Wednesday, 17th February 2021

રાજપીપળા એમ.આર.વિદ્યાલયમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ૩૨ મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૧ ની ઉજવણી અંતર્ગત ટ્રાફિક શાખાના પીએસઆઇ કે.એલ. ગલચર તથા ARTO આંસલ સહિતનાઓ દ્વારા એમ.આર. સ્કૂલ રાજપીપલા ખાતે ટ્રાફિક અવરનેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધોરણ-11/12 ના લગભગ 250 જેવાવિદ્યાર્થીઓ હાજર રહ્યા હોય તેમને ટ્રાફિક એવનેશ બાબતે જાણકારી આપવામા આવી તેમજ ટ્રાફિક નિયમો અંગની બુકલેટ તથા ટ્રાફીક જાગૃતિના સુત્રો લખેલ બોલપેનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

(12:26 am IST)