ગુજરાત
News of Wednesday, 17th February 2021

અલવા ગામમાંથી રૂ.૮૧ હજારના જુગારના મુદામાલ સાથે ચારને ઝડપી પાડતી નર્મદા એલસીબી:પાંચ ફરાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચના મુજબ એ.એમ.પટેલ, પો.ઇન્સ એલ.સી.બી. દ્વારા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં જુગારની પ્રવૃતિ કરતા વ્યક્તિઓ ઉપર વોચ રાખવા જણાવતા બાતમી આધારે તિલકવાડા તાલુકાના અલવા ગામમાં રેઇડ કરતા રેઇડ દરમ્યાન( ૧ ) દિલીપ છારાભાઇ ભીલ ( ૨ ) મહેંદ્ર ગોપાલભાઇ તડવી ( ૩ ) ગોવિંદ રમણભાઇ ભીલ ( ૪ ) અલ્પેશ મેઘાભાઇ ભીલ તમામ ( રહે.અલવા )ને જુગાર રેઇડ દરમ્યાન પકડી લીધા હતા. તેમજ પોલીસની રેઇડ દરમ્યાન આરોપી ( ૧ )સાદીક સલીમ દિવાન ( ર ) મીયાદાદ મહંમદઅલી સૈયદ રહે,તિલકવાડા ( ૩ ) રસિક તેજીયાભાઇ ભીલ, ( ૪ )દાસભાઇ કેશાભાઇ ભીલ ( ૫ )રાયસિંગ સનકભાઇ ભીલ તમામ (રહે.અલવા) નાસી ગયા હતા,આ રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ જુગરિયાઓ પાસેથી રોકડા રૂ.૧૧,૧૭૦ તેમજ મો.સા નંગ -૨ કિ.રૂ .૭૦,૦૦૦મળી કુલ્લે રૂ.૮૧,૧૭૦ ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.તથા વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તિલકવાડા પો.સ્ટે.માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે

(12:37 am IST)