ગુજરાત
News of Wednesday, 17th February 2021

વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પોલીસના મારથી યુવકનું મોત થયું હોવાનું સામે આવતા હોબાળો મચી જવા પામ્યો

વડોદરા: શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન માં પોલીસના મારથી યુવકનું મૃત્યુ થયું હોવાના બનાવ માં નવો ઘટસ્ફોટ થયો છે.

બાજવા કરચીયા રોડ પર ગિરિરાજ ફ્લેટમાં ગઈ તા 16 મીએ મધરાતે મહેશ પઢિયાર નામના યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે... તેવો મેસેજ મહેશ પંચાગ નામના યુવક તરફથી પોલીસને મળતા જવાહર નગર પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી.

ઉપરોકત ફ્લેટમાં રહેતા મહેશ પંચાલ અને બાજવા વિસ્તારના મહેન્દ્ર ઉર્ફે મહેશ પઢિયાર વચ્ચે તકરાર થઇ હોવાથી પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં મહેશ પઢિયારને ગભરામણ થતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

(5:35 pm IST)