વડોદરાના સમા-સાવલી રોડ નજીક બે જુદી જુદી કારમાં બેસી દારૂની મહેફિલ માણતા સુરતના નવ નશાબાજોને પોલીસે ઝડપી પાડ્યો
વડોદરા: શહેરના સમા-સાવલી રોડ પર ભર બપોરે બે જુદી જુદી કારમાં બેસી દારૃની મહેફિલ માણી રહેલા સુરતના નવ પીધેલાઓને પોલીસે ઝડપી પાડી કેસ કર્યો હતો.
સમા પોલીસ ગઇકાલે બપોરે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સમા-સાવલી રોડ પર લીલેરીયા પાર્ટી પ્લોટ પાછળના મેદાનમાં જુદીજુદી બે કાર પાર્ક કરી કેટલાક લોકો દારૃની મહેફિલ માણી રહ્યા હોવાની વિગતો મળતાં પોલીસે બંને કારને ઘેરી લીધી હતી. કારમાં તપાસ કરતાં દારૃની બે ખાલી બોટલો મળી હતી.
પોલીસે એક કારમાંથી (૧) પ્રમોદ ઘેલાભાઇ પટેલ (મંદિર મહોલ્લો, સરોલી,તા.સરોલી,સુરત) (૨) અનિલ જશવંત પટેલ (સાંઇકૃપા નગર,સરોલી) (૩) રાજેશ રામભાઇ પટેલ સરોલી હિરેન શાંતુભાઇ પટેલ (બંને રહે.સરોલી ગામ)ને ઝડપી પાડયા હતા.
જ્યારે,બીજી કારમાંથી (૫) નિરંજન જયંતિભાઇ પટેલ (સાંઇકૃપા નગર,સરોલી) (૬) દલસુખ મનસુખભાઇ પટેલ (ગંગાનગર,દાંડી રોડ,સુરત) (૭) જયંત ભગવતીભાઇ પટલ (મંદિર ફળિયું,સરોલી) (૮) જનક ગણપતભાઇ પટેલ (મેગા કોમ્પ્લેક્સ,હનીપાર્ક,અડાજણ, સુરત) અને (૯) જયેશ બળવંતભાઇ પટેલ (સુરભી હાઉસિંગ સો., એલ.પી.સવાણી સ્કૂલ પાસે, સુરત)ને ઝડપી પાડયા હતા.